Fun N Gyan in Gujarati..


‘મત આપવા માટે સરકારે ૧૮ વર્ષની ઉમર નક્કી કરી છે.
પણ લગ્ન કરવા માટે ૨૧ વર્ષની ઉમર કેમ નક્કી કરી છે ?’
 ‘સરકારને ખબર છે કે દેશ સંભાળવો સહેલો છે પણ 
પત્ની સંભાળવી બહુ અઘરી છે.’
એક ડોક્ટરના ક્લિનિક બહાર બહુ ભીડ હતી અને ક્લિનિક ઉઘડવાને વાર હતી. એક ભાઇ આગળ જતાં હતાં પણ લોકો તેને પકડી પાછળ ધકેલી દેતાં.
આમ લગભગ પાંચેકવાર બન્યું.
આથી ગુસ્સામાં તે ભાઇ બોલ્યા : ‘સાલાઓ આજે આખો દિવસ બધા લાઇનમાં જ ઉભા રહેજો આજે મારું ક્લિનિક જ નહી ખોલું…’ 
માનવી લગ્ન એટલે કરે છે કે મૃત્યુ બાદ જો સ્વર્ગમાં જાય તો આનંદનો અનુભવ કરે ને જો નર્કમાં જાય તો ત્યાં તેને ઘર જેવું વાતાવરણ મળે. 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યુ હતું. લગભગ ૧૦ માળ જેટલું કામ પુરુ થયું હતું.
એક વાર સવારના સમયે કંસ્ટ્રકશન કંપનીનો માલિક ઇમારતની મુલાકાતે આવ્યો. એ ૧૦માં માળની છત પર આંટા મારી રહ્યો હતો. ત્યાંથી નીચે જોયુ તો એક મજુર કામ કરી રહ્યો હતો.
માલિકને મજુર સાથે વાત કરવાની ઇચ્છા થઇ. માલિકે ઉપરથી મજુરને બુમ પાડી પણ મજુર કામમાં વ્યસ્ત હોવાથી અને આસપાસ અવાજ થતો હોવાથી એને માલિકનો અવાજ ન સંભળાયો.
થોડીવાર પછી મજુરનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે માલિકે ઉપરથી ૧૦ રૂપિયાનો સિક્કો ફેંક્યો.
આ સિક્કો મજુર કામ કરતો હતો ત્યાં જ પડ્યો. મજુરે તો સિક્કો ઉઠાવીને ખીસ્સામાં મુકયો અને કામે વળગી ગયો.
માલિકે હવે ૧૦0ની નોટ નીચે ફેંકી. નોટ ઉડતી ઉડતી પેલા મજુરથી થોડે દુર પડી.
મજુરની નજરમાં આ નોટ આવી એટલે લઇને ફરીથી ખિસ્સામાં મુકી દીધી અને કામ કરવા લાગ્યો.
માલિકે હવે ૫૦૦ની નોટ નીચે ફેંકી તો પણ પેલા મજુરે એમ જ કર્યુ જે અગાઉ બે વખત કર્યુ હતું.
માલિકે હવે હાથમાં નાનો પથ્થર લીધો અને પેલા મજુર પર માર્યો.
પથ્થર વાગ્યો એટલે મજુરે ઉપર જોયું અને પોતાના માલિકને ઉપર જોતા તેની સાથે વાત ચાલુ કરી.
મિત્રો, આપણે પણ આ મજુર જેવા જ છીએ.
ભગવાનને આપણી સાથે વાત કરવાની ઇચ્છા હોય છે એ આપણને સાદ પાડીને બોલાવે છે પણ આપણે કામમાં એવા વ્યસ્ત છીએ કે પ્રભુનો સાદ આપણને સંભળાતો જ નથી. પછી એ નાની નાની ખુશીઓ આપવાનું શરુ કરે છે પણ આપણે એ ખુશીઓને ખિસ્સામાં મુકી દઇએ છીએ ખુશી આપનારાનો વિચાર જ નથી આવતો.
છેવટે ભગવાન દુ:ખ રૂપી નાનો પથ્થર આપણા પર ફેંકે છે અને તુંરત જ ઉપર ઉભેલા માલિક સામે જોઇએ છીએ.

Comments

Popular Posts